લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / સ્પેસએક્સ આ વર્ષે 52 સ્પેસ ફ્લાઈટ લોન્ચ કરશે

દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કની કંપની ઈલેક્ટ્રિક કાર ટેસ્લાના મેન્યુફેક્ચરીંગ સુધી સીમિત નથી.ત્યારે તે નાસા સાથે મળીને તેની કંપની સ્પેસએક્સ છેલ્લા કેટલાક વર્ષોથી સ્પેસ ટૂરિઝમ પ્રોગ્રામ ચલાવી રહી છે.જેના અંતર્ગત આ વર્ષે અત્યારસુધીની સૌથી વધુ 52 સ્પેસ ફ્લાઈટ લોન્ચ કરવાનું લક્ષ્યાંક બનાવ્યું છે.જેમાં વર્ષ 2021માં સ્પેસએક્સએ કુલ 48 ફ્લાઈટ લોન્ચનું લક્ષ્યાંક રાખ્યું હતું. પરંતુ તેઓ 31 સ્પેસ ફ્લાઈટનું સફળ લોન્ચિંગ કરી શકી હતી.આ પહેલા વર્ષ 2020માં 26 સફળ ઉડાણ કરી હતી.મસ્કની અન્ય કંપની સ્ટારલિંકની વાત કરીએ તો અત્યારે 1459 સ્ટારલિંક સેટેલાઇટ એક્ટીવ છે. જેમાંથી 272 સ્પેસ ઓર્બિટમાં એક્ટિવ છે. સ્પેસએક્સ કંપનીનું આ ઈન્ટરનેટ સેવા પૂરી પાડતી સંસ્થાના 25 દેશમાં 1,45,000થી વધુ યુઝર્સ છે.