સાઉથ આફ્રિકામાં નવા પ્રકારનો કોરોના વાયરસ જોવા મળતા ફફડી ગયેલા બ્રિટને યુએઈના માર્ગેથી આવતી બધી ફ્લાઈટસ પર પ્રતિબંધ મૂકી દીધો છે.તેના કારણે બે લાખ જેટલા મુસાફરો રઝળી પડયા છે.દુબઈથી લંડન દુનિયાનો સૌથી વ્યસ્ત હવાઈ માર્ગ છે.દુબઈથી લંડન માટે સપ્તાહમાં સરેરાશ ૧૦૫ ફ્લાઈટ ઉડે છે.જે અચાનક બ્રિટિશ સરકારે દુબઈથી આવતી બધી જ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂકી દેતા લાખો મુસાફરો રઝળી પડયા હતા.
બ્રિટને યુએઈ,બુરંડી અને રવાંડાના મુસાફરોને આવવા પર પ્રતિબંધ મૂકતા કહ્યું હતુ કે અમને ભય છે કે ત્યાંથી આવતા યાત્રાળુઓ નવા પ્રકારના કોરોના વાયરસથી સંક્રમિત હશે તો બ્રિટનમાં પણ તેનો ફેલાવો થશે.
જોકે,અન્ય દેશોની ફ્લાઈટ બ્રિટનમાં પ્રવેશ કરી શકશે.પરંતુ એ દેશોમાંથી આવતા મુસાફરોએ ૧૦ દિવસ સુધી ક્વોરન્ટાઈન રહેવું પડશે.બ્રિટિશ સરકારે અચાનક કરેલી આ જાહેરાતથી ૧.૯૦ લાખ લોકો ફસાઈ ગયા હતા.દુબઈથી લંડન જવા માટે લગભગ બે લાખ લોકોએ ટિકિટ્સ બુક કરાવી હતી,એ બધા જ લોકોએ એરલાઈન્સનો સંપર્ક કરવાની સલાહ દુબઈ એરપોર્ટ ઓથોરિટીએ કરી છે.બ્રિટને બ્રિટિશ નાગરિકોને ડાઈરેક્ટ ફ્લાઈટ્સથી સ્વદેશ આવવાની જોગવાઈ કરી છે.
International ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved