લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / ગાયક કલાકાર અરિજીત સિંહની માતાનું કોરોનાને લીધે નિધન થયું

બોલિવૂડ ગાયક અરિજીત સિંહની માતાનું નિધન થયું છે.જેઓ છેલ્લા કેટલાક દિવસોથી કોલકાતાની હોસ્પિટલમાં દાખલ હતા.આમ કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.તેઓ ઇસીએમઓ પર હતા અને તેમની હાલત નાજુક હતી.ત્યારે ગુરુવાર સવારે તેમનું નિધન થયું છે.આમ અરિજીત સિંહે વર્ષ 2005માં કરિયરની શરૂઆત કરી હતી.તેણે સિંગિંગ રિયાલિટી શો ‘ફેમ ગુરુકુલ’માં ભાગ લીધો હતો.આ શો દ્વારા તે પરિચીત બન્યો હતો.આમ પોતાના કરિયર દરમિયાન અરિજીતને ફિલ્મ ‘આશિકી ૨’ના ગીત ‘તુમ હી હો’ દ્વારા ઓળખ મળી હતી.