Error: Server configuration issue
છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ-ડીઝલ અને રાંધણગેસના વધતાં ભાવ અટકાતા લોકો રાહત અનુભવી રહ્યા હતા.ત્યારે એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ ખાદ્યતેલે ગૃહિણીઓનું બજેટ ખોરવી નાંખ્યું છે.જેમાં ફરી એકવાર ખાદ્યતેલમાં ભાવવધારો કરાયો છે.સિંગતેલના ભાવમા એક ડબ્બે 10 રૂપિયાનો વધારો કરાયો છે.જ્યારે કપાસિયા તેલના ભાવમાં એક ડબ્બે 30 રૂપિયાનો વધારો કરાયો છે.
આમ સીંગતેલ અને કપાસિયા તેલમાં ભાવવધારાના પરિણામે સિંગતેલના ડબ્બાનો ભાવ 2,575 રૂપિયા થયો,જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2,140 રૂપિયા થઈ ગયો છે.આમ આ પહેલા માર્ચ મહિનામા બંને તેલના ભાવમાં વધારો કરાયો હતો.ત્યારે એપ્રિલ મહિનામાં ડબ્બાના ભાવમાં વધારો કરાતા ગૃહિણીઓનું બજેટ મોંઘવારીથી ખોરવાઈ ગયું છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved