ભારતીય શેરબજારમાં સતત ત્રીજા સત્રમાં ઘટાડો ચાલુ રહ્યો હતો. જેમાં બે દિવસમાં બેન્ચમાર્ક સેન્સેક્સ 1210 પોઈન્ટ ઘટ્યા પછી અત્યારે ટ્રેડીંગ ચાલુ છે.ત્યારે વધુ 930 પોઈન્ટ ઘટ્યો છે. જ્યારે બે દિવસમાં નિફ્ટી 370 પોઈન્ટ ઘટ્યા પછી વધુ 263 પોઈન્ટ ઘટી 17764ની સપાટી ઉપર છે.જેમાં રોકાણકારોની સંપત્તિમાં આજે વધુ રૂ.2.67 લાખ કરોડનું ધોવાણ થયું છે.શેરબજારમાં અત્યારે ટ્રેડીંગ ચાલુ છે.ત્યારે રિલાયન્સ,ઈન્ફોસીસ,ટીસીએસ,એચડીએફસી,એચડીએફસી બેંક અને બજાજ ફાઈનાન્સ જેવી કંપનીઓમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે.લાર્જ કેપ કંપનીઓની સાથે નિફ્ટી મિડકેપ માત્ર 0.53 ટકા અને સ્મોલ કેપ 0.19 ટકા ઘટેલા છે જે દર્શાવે છે કે લાર્જ કેપ શેરોમાં વેચવાલી વધારે તીવ્ર છે.નેશનલ સ્ટોક એક્સચેન્જ ઉપરના બધા જ સેક્ટરના ઇન્ડેક્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.જેમાં સૌથી ઓછો ઘટાડો બેન્કિંગ શેરોમાં જોવા મળી રહ્યો છે.
Business ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved