બનાસડેરીમાં ચૂંટણી યોજાઈ હતી.જે ચૂંટણીમાં ચેરમેન અને વાઈસ ચેરમેનની વરણી કરવામાં આવી છે.જેમાં ચેરમેન તરીકે શંકર ચૌધરી અને વાઈસ ચેરમેન તરીકે ભાવાભાઈ રબારી પોતાના હોદ્દાઓ પર યથાવત રહેશે.જેમાં બંનેને સર્વાનુંમતે રિપીટ કરવામાં આવ્યા છે.બનાસડેરીના નિયામક મંડળના પ્રથમ ટર્મના ચેરમેન શંકર ચૌધરી અને વાઇસ ચેરમેન ભાવભાઈ રબારીની અઢી વર્ષની મુદત આજે પૂર્ણ થતા ચૂંટણી યોજાઈ હતી. જેમા પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાઈ હતી.જેમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી,બનાસકાંઠા સંસદ પરબત પટેલ,ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ,બનાસ બેન્કના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલ સહિત 16 ડિરેક્ટરમાંથી ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવાની હતી.બનાસ ડેરીમાં પરથીભાઈ ભટોળ 22 વર્ષ સુધી ચેરમેન રહ્યા હતા.ત્યારબાદ શંકરભાઈ ભાઈ ચૌધરી છેલ્લા 7 વર્ષથી ચેરમેન તરીકે કાર્યરત છે.બનાસ ડેરીમાં ચેરમેન સહિત 16 ડિરેકટરો છે.
Error: Server configuration issue
પ્રાદેશીક ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved