લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / શામળાજી મંદિર 4 જૂન સુધી જ્યારે પાવાગઢ મંદિર આગામી 10 જૂન સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો

અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી વિષ્ણુ મંદિરના દ્વાર મહામારીના કારણે છેલ્લા દોઢ માસથી બંધ છે.ત્યારે સરકારની કોરોના ગાઈડલાઈન અનુસાર આગામી 4 જૂન સુધી શામળાજી મંદિર બંધ રાખવાનો ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરાયો છે.આમ 1 જૂનથી યાત્રાધામ શામળાજી મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખોલવાના હતા.પરંતુ વર્તમાન સમયની કોરોના મહામારી અને સરકારની ગાઈડલાઈન મુજબ મંદિરના દ્વાર ખોલવા બાબતે શામળાજી મંદિર ટ્રસ્ટની બેઠક મળી હતી.જેમાં ગાઈડલાઈન અનુસાર શામળાજી મંદિર આગામી 4 જૂન સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.આમ રાજ્યના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મંદિર અંગે શ્રી કાલિકા ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા આગામી 10 જુન સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.