લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / શાહરૂખખાન અને તાપસી પન્નુ પ્રથમવાર સાથે જોવા મળે તેવી શક્યતાઓ

રાજકુમાર હીરાની સાથેની ફિલ્મનું શૂટિંગ શાહરૂખખાન જલદી શરૂ કરે તેવી શક્યતાઓ છે.જેનું પ્રોડક્શન વર્ક શરૂ થઈ ગયું છે અને પંજાબના એક ગામડામાં મોટો સેટ ફિલ્મસિટીમાં તૈયાર કરવામાં આવશે.જેના પર વર્તમાનમાં મુંબઈની ફિલ્મસીટીમાં કામ ચાલી રહ્યું છે.આ ફિલ્મનું શૂટિંગ લંડનમાં પણ કરવામાં આવશે.જેમાં શાહરૂખ સાથે આ ફિલ્મમાં કઈ અભિનેત્રી જોડી બનાવશે તેની સૌણે ઉત્કંઠા છે.આ ફિલ્મમાં તાપસી પન્નુ શાહરૂખ સાથે કામ કરતી જોવા મળશે.આમ શાહરૂખ અને તાપસીએ આ પહેલા બદલા ફિલ્મમાં કામ કર્યું છે.જોકે તેઓ રૂપેરી પડદે સાથે જોવા નહોતા મળ્યા,પરંતુ બદલા ફિલ્મનું નિર્માણ શાહરૂખની કંપનીએ કર્યું હતું.