લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / શાહિદની એક્શન કોમેડી ફિલ્મમા રશ્મિકા મંદાના હિરોઈન તરીકે પસંદ થઈ

બોલીવુડ અભિનેતા શાહિદ કપૂરની એકશન કોમેડી ફિલ્મમાં હિરોઈન તરીકે રશ્મિકા મંદાનાની પસંદગી થઈ છે.રશ્મિકા મંદાના અને શાહિદ કપૂરની ફિલ્મને હજી શિર્ષક મળ્યું નથી.આ ફિલ્મનું નિર્માણ દિલ રાજુ અને એકતા કપૂર દ્વારા કરવામા આવે છે.આમ એકતા કપૂર અને દિલ રાજુએ રશ્મિકા સાથે ફિલ્મ ગુડબાય અને વારિસુમાં કામ કર્યું છે.આમ રશ્મિકા અને શાહિદની જોડી દર્શકોને પ્રથમવાર રૂપેરી પડદે જોવા મળવાની છે.આ એકશન ફિલ્મમાં શાહિદ કપૂર રૂપેરી પડદે પ્રથમવાર ડબલ રોલમાં જોવા મળવાનો છે.