લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / રાજ્યમાં આગામી 12 થી 14 જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ યોજાશે

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી વર્ષ 2003થી ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શાળા પ્રવેશપાત્ર બાળકોનું નામાંકન વધારવા શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવની આગામી 18મી શૃંખલા આગામી 12 થી 14 જૂન 2023 દરમ્યાન યોજાશે.જે રાજ્યવ્યાપી શાળા પ્રવેશો ત્સવનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો,સાંસદો,ધારાસભ્યો,પદાધિકારીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં થશે.આમ આ વર્ષે રાજ્યભરના શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં શાળા પ્રવેશોત્સવ 2023નો કાર્યક્રમ તા.12 થી 14 જૂન 2023 ના રોજ યોજવામાં આવશે.જેમાં રાજય કક્ષાએથી મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના તમામ મંત્રીઓ,આઈ.એ.એસ,આઇ.પી.એસ અને આઇ.એફ.એસ કક્ષાના અધિકારીઓ,સચિવાલયના અધિકારીઓ આ પ્રવેશોત્સવ કાર્યક્ર્મમાં શાળાએ-શાળાએ જઇ બાળકોને પ્રવેશ અપા વશે.