ગુજરાત રાજય દ્વારા જાહેર કરવામાં આવેલ પવનચક્કી સ્થાપવા કરવા અંગેની પોલીસી- 2016 અંતર્ગત પ્રોજેકટ કાર્યાન્વીત કરવાની છેલ્લી તા.30 જૂન 2021 નક્કી કરવામાં આવેલ છે.જેના અંતર્ગત કેટલાક ઉદ્યોગકારોએ પવનચક્કી પ્રોજેકટ સ્થાપવા જાહેરાત કરેલ છે.પરંતુ વર્તમાન સંજોગોમાં સમગ્ર દેશમાં ચાલી રહેલ કોરોના મહામારીના કારણે અને જુદા-જુદા રાજયોમાં લાગુ પાડવામાં આવેલ લોકડાઉન જેવા કાયદાઓને કારણે આ પ્રકારના પ્રોજેકટો નિર્ધારીત સમયમર્યાદામાં પૂર્ણ થઇ શકે તેમ નથી.ત્યારે આ બાબતની જાણ કરી આ પ્રોજેકટ પ્રસ્થાપિત કરવા માટેની સમયમર્યાદામાં વધારો કરવા અને તે આગામી 31 માર્ચ 2022 સુધી લંબાવવા અંગે ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રાજયના મુખ્યમંત્રી તથા વિદ્યુતપ્રધાન સૌરભભાઇ પટેલ તેમજ વિદ્યુત સેક્રેટરી સુનયના તોમર- આઇએએસ અને બિજલ શાહ- આઇએએસ ડાયરેકટર ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ કોર્પોરેશનની સમક્ષ રજુઆત કરવામાં આવેલ છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved