લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / સૌરાષ્ટ્રમાં 36 ઇંચ વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઇ

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 13 જૂનના રોજ ચોમાસું ગુજરાતમાં પ્રવેશશે અને જૂન માસના અંત સુધીમાં વાવણી લાયક 4 થી 5 ઇંચ વરસાદ પડી શકે છે.તેમજ આ વર્ષે સૌરાષ્ટ્રમાં સરેરાશ 36 ઇંચ વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવેલી છે.આમ હિન્દ મહાસાગર પરથી જે પવન આવે છે તે ભેજ સાથેનો હોવાથી તીવ્ર ગતિએ ચોમાસું આગળ વધે છે.આ સાથે દર વર્ષે ચોમાસની પેટર્ન અલગ-અલગ હોય છે તેમજ અલ-નીનો અને લા-નીનોની અસર પણ જોવા મળે છે.ત્યારે જો અલ-નીનોની અસર વર્તાઈ તો જે વાદળો બનતા હોય તે બંધાઈ શકે નહિ અને વરસાદ મોડો વરસે.પરંતુ આ વર્ષે દક્ષિણ-પશ્ચિમી પવન વધુ તીવ્ર બનતા વાદળો ઘેરાઈ રહ્યા છે સાથે બંધાઈ પણ રહ્યા છે.આમ સૌરાષ્ટ્ર પર અપરએર સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે તો વરસાદ સારો વરસશે.બીજીતરફ બપોર બાદ જે વાદળો ઘેરાશે તે વરસાદ લાવવામાં અસરકારક સાબિત થશે.ત્યારે આ વર્ષે આગાહી કરવામાં આવી છે કે સૌરાષ્ટ્રમાં 36 ઇંચ જેટલો કુલ વરસાદ પડશે.આમ ગત વર્ષે રાજકોટમાં 49 ઇંચ વરસાદ વરસ્યો હતો.ત્યારે આ વર્ષે જે સિસ્ટમ સક્રિય બની છે તેને જોતા ચોમાસું સામાન્ય રહેશે.આ સિવાય રાજકોટમાં વર્ષ 2010માં 60.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.