લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં અનેક સ્થળોએ મેઘસવારી જોવા મળી,તળાજા અને સુરતમાં એક ઇંચથી વધુ વરસાદ

રાજયમાં છેલ્લા 24 કલાક દરમ્યાન હળવેથી મધ્યમ વરસાદ પડયો છે.જેમાં ભાવનગરનાં તળાજામાં પોણા બે ઈંચ,સુરતમાં એક ઇંચ,વલસાડના કપરડામાં એક ઇંચ,વાપીમાં અર્ધો અને ડાંગમાં અર્ધો જયારે ઉના,ખાંભા,ગીરગઢડા,રાજુલમાં ઝાપટા વરસ્યા હતા.આમ પ્રથમ વરસાદે જ તળાજા શહેરની કોર્ટમાં પ્રવેશદ્વાર અને મેદાનમાં પાણી ભરાઈ જવાના કારણે પાલિકા તંત્રને તાત્કાલિક પાણી નિકાલ કરવાની નોબત આવી હતી.તળાજાના વાવચોક,પેટ્રોલપંપ,શિવાજી નગરથી ટેક્ષી સ્ટેન્ડ સુધીનો રસ્તો, દાતરડની વાડીનો નીચાણવાળા ભાગ સહિતના સ્થળોમાં પાણી પાણી થઈ ગયું હતું.આમ વરસતા વરસાદમાં ભૂલકાઓએ ન્હાવાની મજા લીધી હતી.તળાજા ઉપરાંત કોદીયા,લોંગડી,દાઠા પંથકમાં ધોધમાર વરસાદના પગલે નદી,ઝરણાં અને નાળાઓમાં નવા નીર આવ્યા હતા.
આમ તાઉતે વાવાઝોડાને લઈ વિજવાયર,વિજપોલને મોટું નુકસાન થયેલ.જેને લઈ વિજતંત્રની ટિમો વીજ પુરવઠો શરૂ કરવા કામે લાગી હતી. મરામત કર્યા ને હજુ 20 દિવસ જ થયા છે.ત્યાં આજે સામાન્ય વરસાદ વરસતા તળાજા અને દાઠામાં વીજળી કલાકો સુધી ગુલ થઈ ગઈ હતી.જેને કારણે લોકો અકળાયા હતા.