લિંક કોપી થઇ ગઈ છે..
Home / ટૉપ ન્યૂઝ / સરસ્વતી તાલુકાના ગામોમાં કપાસનું વાવેતર 20 દિવસ મોડુ થશે,મહિનાના અંત સુધી વાવણી થશે

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ગામડાઓમાં ખેડૂતો દ્વારા મે મહીનાના અંતમા કપાસનુ વાવેતર કરી દેવામાં આવતુ હોય છે.પરંતુ વર્તમાન સિઝનમાં ગરમી વધુ હોવાથી કપાસનુ વાવેતર 20 દિવસ પાછળ રહેતાં હજુસુધી કોઈ ખેડૂતને કપાસ હળાય તેવો થયો નથી.બીજીતરફ બાજરીનાં ખેતરો પણ ખાલી થતાં હજુસુધી ખેડૂતો કપાસનું વાવેતર કરતા નજરે પડી રહ્યા છે.તેવા સમયમાં જુન મહિનાના અંત સુધી કપાસનુ વાવેતર થશે.