લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / સમી તાલુકા પંચાયત કચેરીમાં મહિલા ઉધોગ સાહસિકતા અંતર્ગત કાર્યક્રમ યોજાયો

સમી તાલુકા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ સમી તાલુકા પંચાયતના મિટિંગ હોલમાં મિશન મંગલમ દ્વારા ગુજરાત મહિલા આર્થીક વિકાસ નિગમ અને ભારતીય ઉધમિતા વિકાસ સંસ્થાનના સહાયોગથી મહિલા ઉધોગ સાહસિકતા કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે અમદાવાદથી ઉપસ્થિત રહેલા પ્રવિણભાઇના કાર્યકર્તા દ્વારા ગ્રામ્યકક્ષાએ વ્યવસાયો,માર્કેટસર્વે તાલીમ,મૂડીરોકાણ અને બેંકની લોન ધિરાણ તેમજ વિવિધ વિભાગમાં મળતી સબસિડી બાબતે માહિતી આપી હતી. સમી તાલુકાના સામાજીક કાર્યકર્તા અને ભદ્વાડાના વતની જનકભાઈ વ્યાસ દ્વારા મહિલા ઉધોગ સાહસિકતા એટલે શું અને આ વ્યવસાયમાં મહિલાઓની સક્ષમતા અને મહત્વ તેમજ વ્યવસાય શરૂ કરવા અંગેની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. મિશન મંગલમના તાલુકા કોડીનેટર હેતલબેન દ્વારા બહેનોને ગ્રામીણ પરિસ્થિતિને અનુરૂપ વ્યવસાય પસંદ કરવા માર્ગદર્શન આપીને કાર્યક્રમના આયોજક અને મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.