લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / સાબરમતી-ભગત કી કોઠીની બે ટ્રેનોને જોધપુર સુધી લંબાવવામાં આવી

સાબરમતી-ભગત કી કોઠી વચ્ચે દોડતી બે એક્સપ્રેસ ટ્રેનને જોધપુર સુધી લંબાવવામાં આવી છે.જેને લઇને મુસાફરોને મોટી રાહત મળી છે.ટ્રેન નં.14820 તા.7 ફેબુ્આરીથી સાબરમતી-જોધપુર એક્સપ્રેસ તરીકે ઓળખાશે.સાબમરતી થી રોજ 7:45 કલાકે ઉપડીને 15:50 કલાકે જોધપુર પહોંચશે.જ્યારે જોધપુરથી ટ્રેન નં.14819 દરરોજ 11:15 કલાકે ઉપડીને 20:05 કલાકે સાબરમતી ખાતે પહોંચશે.સાબરમતી-ભગત કી કોઠી વચ્ચે દોડતી બીજી સુપરફાસ્ટ ટ્રેન નં.14804 તા.6 ફેબુ્આરીથી સાબરમતી-જોધપુર સુપરફાસ્ટ તરીખે ઓળખાશે.જે ટ્રેન સાબરમતીથી રોજ 21:50 કલાકે ઉપડીને 6:05 કલાકે જોધપુર ખાતે પહોંચશે જ્યારે આ ટ્રેન પરતમાં તા.7 ફેબુ્આરીએ ટ્રેન નં.14803 જોધપુરથી રોજ 21:20 કલાકે ઉપડીને 5:30 કલાકે સાબરમતી ખાતે પહોંચશે.