રશિયાના મેડવેડેવે સળંગ ત્રીજા વર્ષે નેધરલેન્ડના બોટિક વાન ડે ઝૅન્ડસ્કહ્યુલ્પને 6-3,6-0, ૬-૦,4-6,7-5થી હરાવીને યુ.એસ ઓપનની સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. મેડ્વેડેવે સળંગ ત્રીજા વર્ષે યુ.એસ ઓપનની સેમિફાઈનલમાં પ્રવેશ્યો છે. જ્યારે તેનો મુકાબલો કેનેડાના યુવા ખેલાડી આલિયાસીમ સામે થશે. કેનેડાના આલિયાસીમે સ્પેનના યુવા ખેલાડી અલકારાઝ સામે 6-3,3-1થી સરસાઈ મેળવી લીધી હતી. આલિયાસીમ આ સાથે વર્ષ 2000 પછી જન્મનારો સૌપ્રથમ મેન્સ સિંગલ્સ ટેનિસ પ્લેયર બન્યો હતો છે. જે ગ્રાન્ડસ્લેમની સેમિફાઈનલમાં પ્રવેશ્યો હતો. આમ યુ.એસ ઓપનની સેમિફાઈનલમાં પ્રવેશનારો તે સૌપ્રથમ કેનેડિયન મેન્સ સિંગલ્સ પ્લેયર બન્યો હતો. યુ.એસ ઓપનમાં ઇસ.1984 બાદ પહેલીવખત મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં બે યુવા ખેલાડીઓ ટકરાયા હતા. જેમાં 21 વર્ષનો આલિયાસીમ 18 વર્ષના અલકારાઝ સામે ઉતર્યો હતો. આ અગાઉ ઇસ.1984માં 19 વર્ષના પેટ કેશે 20 વર્ષના મેટ્સ વિલાન્ડર સામે ચાર સેટના સંઘર્ષમાં જીત હાંસલ કરી હતી.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved