અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા નવી સરકારના એલાનના એક દિવસ બાદ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની ભારત પ્રવાસ પર આવેલા રશિયા રાષ્ટ્ર સુરક્ષા સલાહકાર નિકોલાઈ પત્રુશેવની સાથે મહત્વની બેઠક થઈ રહી છે. જે બેઠકમા અફઘાનિસ્તાનમાં તાલિબાની કબ્જા બાદ ઉત્પન્ન થયેલી પરિસ્થિતિઓ પર ચર્ચા થઈ રહી છે. ડોભાલ અને પત્રુશેવની બેઠકમાં અમેરિકાના અફઘાનિસ્તાન પાછા ફર્યા બાદ તાલિબાની કબ્જા, નવી તાલિબાની સરકાર, અફઘાનિસ્તાનમાં થયેલા પરિવર્તનને ધ્યાનમાં રાખતા સુરક્ષાની ચિંતાઓ અને નવી તાલિબાની સરકાર સાથે સંબંધો પર ચર્ચા થવાની છે. આમ બંનેની વાતચીતમાં અફઘાનિસ્તાનને મદદ આપવા પર પણ ચર્ચા થવાની છે. આ સિવાય ડોભાલ અને પત્રુશેવ ડ્રગ્સની તસ્કરી, ક્ષેત્રીય દેશોની ભૂમિકા અને ભારત-રશિયા સંબંધોને મજબૂત બનાવવા પર ચર્ચા કરશે. પત્રુશેવ વડા પ્રધાન મોદી અને વિદેશ મંત્રી ડો.એસ.જયશંકર સાથે પણ મુલાકાત કરશે.
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved