લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / રશિયાએ યુએઈને સોનાની નિકાસ કરવાની શરૂઆત કરી

યુક્રેન ઉપર ચડાઈ કરી યુદ્ધ છેડવાના મામલે અમેરિકા,યુરોપ અને નાટો દેશોએ રશિયા ઉપર અનેક આર્થિક પ્રતિબંધ લાદયા છે એમાંથી રશિયામાં થતા સોનાના ઉત્પાદનની નિકાસ પર પણ અંકુશ મુકવામાં આવ્યો છે.આમ જે રીતે રશિયન ક્રૂડ ઓઈલ ભારત અને ચીનમાં પ્રોસેસ થઇ રીફાઈન્ડ પેટ્રોલ અને ડિઝલ અમેરિકા અને યુરોપની બજારમાં વેચવામાં આવી રહ્યું છે તેમ યુનાઈટેડ આરબ અમિરાત રશિયન સોનાનું હબ બન્યું છે.યુક્રેન ઉપર યુદ્ધ શરૂ થયા પછી ગલ્ફના યુએઈમાં 1000 જેટલા શીપમેન્ટ મારફત 75.7 ટન સોનાની નિકાસ કરવામાં આવી છે.જે વર્ષ 2021ના વર્ષમાં રશિયાની યુએઈ ખાતેની નિકાસ 1.3 ટન હતી.આ પછી ચીન અને તુર્કીએ 20 ટન રશિયન સોનાની આયાત કરી છે.આમ રશિયાએ કુલ સોનાની નિકાસ કરી તેમાં યુએઈ,ચીન અને તુર્કીનો હિસ્સો 99.8 ટકા જેટલો ઉંચો રહ્યો છે.આ પહેલા રશિયાનું મોટાભાગનું સોનું લંડનની બજારમાં જ વેચાવા માટે આવતું હતું.ત્યારબાદ યુરોપીયન સંઘ,સ્વીત્ઝરલેન્ડ,અમેરિકા,કેનેડા અને જાપાને રશિયન સોનાની ખરીદી ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો.બીજીતરફ રશિયામાં કેલેન્ડર વર્ષ 2022માં સોનાનું કુલ ઉત્પાદન 325 ટન હતું.