લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / રાજકોટ મનપાનુ બજેટ આજે મ્યુનિ.કમિશનર સ્ટે કમિટીમાં રજૂ કર્યું

રાજકોટ મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ 2022-23નું રૂ.23.34 અબજનું અંદાજપત્ર આજે મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ સ્ટે કમિટીમાં રજૂ કર્યું છે.આમ સતત બીજા કોરોના વર્ષમાં વહીવટીતંત્રએ મોટાભાગે કરમાળખું યથાવત રાખ્યું છે.પરંતુ વાહનવેરામાં કિંમતના સ્લેબ મુજબ દરમાં વધારો કરી રૂા.15 કરોડના કરવધારાની જોગવાઈ મુકવામાં આવી છે.આમ ચાલુ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ આવવાની છે.જેથી લોકોને સીધા સ્પર્શતા વેરા વધારવામાં આવ્યા નથી.ગત નાણાકીય વર્ષનું રૂ.2291.24 કરોડનું અંદાજપત્ર ચાલુ વર્ષમાં ઘટીને રૂ.1885.18 કરોડ રહી ગયું છે.ચાલુ વર્ષના બજેટમાં હાલ ચાલી રહેલા પાંચ બ્રિજના કામ પુરા કરવાના સંકલ્પ કરી 150 ફૂટ રોડ પર પુનિતનગર ચોક ઉપર ફલાયઓવર બનાવવા માટે રૂ.33.30 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.પ્રથમ બજેટ રજૂ કરતા અમિત અરોરાએ જણાવ્યું હતું કે બ્રિજ,પાણીપુરવઠા,ડ્રેનેજ,સ્માર્ટ સિટી,હાઉસિંગ સહિતના કામો સમયે પૂર્ણ કરવા અને નવા ભળેલા વિસ્તારોનો સમતોલ વિકાસ કરવાની દિશામાં મહાપાલિકા આગળ વધી રહી છે.આગામી નાણાકીય વર્ષમાં શહેરના જૂના વિસ્તારો સાથે નવા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાના કામો ઝડપથી આગળ વધારવામાં આવશે.જેમાં નવા રૂ.2334.94 કરોડના બજેટમાં શહેરના વિકાસ,રહેવાલાયક અને માણવાલાયક મહાનગરના દૃષ્ટિકોણ સાથે તમામ ક્ષેત્રોને આવરી લેવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે.રાજકોટમાં પાણી,મકાનવેરા,ઘરેઘરે કચરા એકત્રીકરણ સહિતના અન્ય તમામ દર યથાવત રાખવામાં આવ્યાનું જણાવતા કમિશનરે વધુમાં કહ્યું હતું કે મિલકતવેરાનું એડવાન્સ પેમેન્ટ કરતા કરદાતાઓ માટે વેરા વળતર અને ડિજિટલ પેમેન્ટના પ્રોત્સાહન યથાવત રાખવામાં આવ્યા છે.