લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ રૂ.106.39 જ્યારે ડીઝલ રૂ.100ની નજીક પહોચ્યું

દેશના છ રાજ્યોમાં પેટ્રોલે રૂ.100ની સપાટી વટાવ્યા પછી ડીઝલનો ભાવ પણ રૂ.100ની નજીક પહોંચી ગયો છે.આમ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવમાં ઊછાળાના પગલે 4થી જૂન પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 21મી વખત વધારો કરાતા ઈંધણના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે.જેના પરિણામે રાજસ્થાનમાં પેટ્રોલ અને ડીઝલ પ્રતિલીટર રૂ.100ની નજીક પહોંચી ગયું છે.આમ ડીઝલના ભાવમાં વધારાના પગલે શાકભાજી,દૂધ સહિતની આવશ્યક ચીજોનું પરીવહન કરતાં ટ્રાન્સપોર્ટના ભાવમાં પણ વધારાની આશંકા જોવાઈ રહી છે.આમ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિલીટર રૂ. 95.31 અને ડીઝલ પ્રતિલીટર રૂ.86.22ની સપાટીએ છે.વર્તમાન સમયમાં દેશના રાજસ્થાન,મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર,આંધ્રપ્રદેશ,તેલંગાણા અને લદ્દાખમાં પેટ્રોલનો ભાવ પ્રતિલીટર રૂ.100ને પાર થઈ ગયો છે.જેમાં રાજ્યોમાં વેટ અને ફ્રેઈટ ચાર્જીસ અલગ-અલગ હોવાથી રાજ્યોમાં ઈંધણના ભાવ અલગ-અલગ જોવા મળે છે.

રાજસ્થાન રાજ્ય સિવાય મહારાષ્ટ્રમાં મુંબઈ સહિતના જિલ્લાઓમાં પેટ્રોલનો ભાવ પ્રતિલીટર રૂ.100ને પાર થઈ ગયો છે.બીજીતરફ દેશમાં પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના કારણે પેટ્રોલ અને ડીઝલના દૈનિક ભાવમાં છેલ્લા 18 દિવસ સુધી કોઈ ફેરફાર કરાયો નહોતો.જોકે 2જી મેના રોજ ચૂંટણી પરીણામો જાહેર થયા પછી 4થી મેથી દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો શરૂ થયો છે.