કોરોના કેસ વધતા સરકારે અનેક બાબતો પર પ્રતિબંધ મુકયા હતા.ત્યારે રેલ્વે,પ્લેન સહિતમાં મુસાફરી કરતા લોકો માટે કોરોનાનો આરટીપીસીઆર ટેસ્ટ પણ ફરજીયાત કરવામાં આવ્યો હતો.પરંતુ ધીમે-ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાતા સરકારે નિયંત્રણો ઓછા કર્યા છે.ત્યારે રેલ્વેએ પણ પોતાના મુસાફરોને યાત્રા પહેલા આરટીપીસીઆર ટેસ્ટમાંથી મુક્તિ આપી દીધી છે. કોરોનાની બીજી લહેરનાં પગલે સંક્રમણ વધતા રેલ્વે દ્વારા આરટીપીસીઆર રિપોર્ટ નેગેટીવ આવ્યા હોય તેવા મુસાફરોને જ ટ્રેનમાં મુસાફરી કરવાની પરવાનગી આપવામાં આવતી હતી.જેને પગલે મુસાફરીનાં થોડાસમય પૂર્વે રિપોર્ટ માટે કામગીરી કરવી પડતી હતી.પરંતુ આ નિયમને કારણે અચાનક મુસાફરી કરવાવાળા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.જોકે હવે રેલ્વે દ્વારા આરટીપીસીઆર રિપોર્ટ મરજીયાત બનાવ્યા બાદ કોરોના રસીકરણનું સર્ટીફીકેટ બતાવવાનાં નિયમ પર વિચાર કરવામાં આવી રહ્યો છે.રેલ્વે દ્વારા આ નિયમને કારણે રસીકરણમાં ગતિ આવશે તેવું માનવું છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved