લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / રેલવેમાં અગ્નિવીરોને 15 ટકા અનામત આપવાનો નિર્ણય કરાયો

રેલવે બોર્ડે સીધી ભરતીમાં અગ્નિવીરો માટે 15 ટકા જગ્યા અનામત રાખવાનો નિર્ણય કર્યો છે.ત્યારે આ અંગે બોર્ડે તમામ ઝોનલ રેલવેના જનરલ મેનેજરો તેમજ રેલવે ભરતી બોર્ડને ગાઈડલાઈન જાહેર કરી છે.જેના લેવલ-1માં ચતુર્થ શ્રેણી ગેંગમેન, ટ્રકમેન, ખલાસી, પોઈન્ટ પેન સહિતની ખાલી જગ્યાઓમાં 10 ટકા અનામત આપવામાં આવશે.જ્યારે લેવલ 2માં જુનીયર કલાર્ક,ટાઈપીસ્ટ,એકાઉન્ટન્ટ,જુનીયર ટાઈમકીપર,ટ્રેન કલાર્ક સહિતના બિનગેઝેટેડ ખાલી પદોમાં 5 ટકા અનામત મળશે.આ સિવાય લેવલ 1માં ખાલી જગ્યાને રેલવે ભરતી સેલથી ભરશે.જયારે લેવલ 2માં ખાલી જગ્યા પર ભરતી પ્રક્રિયા આરઆરબી આયોજીત કરશે.જેમા અગ્નિવીરોએ લેખીત પરીક્ષા પાસ કરવી પડશે જ્યારે તેમને શારીરિક ફિટનેસ પરીક્ષાથી મુકિત મળશે.આ સિવાય સેવાનિવૃત અગ્નિવીરોની પ્રથમ બેચમાં વયમાં 5 વર્ષની છૂટ મળશે.ત્યારબાદ આવનારી બેચના અગ્નિવીરોને 3 વર્ષની છૂટ મળશે.