ભારતના સ્ટ્રાઇક ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને પોતાના બેટિંગ પર્ફોર્મન્સ માટે ભારતના બેટિંગ કોચ વિક્રમ રાઠોડનો આભાર માન્યો છે.આમ ચેન્નાઈના એમ.એ ચિદમ્બરમ સ્ટેડિયમની ટર્ન લેતી પીચ પર આઠમા ક્રમે ઉતરીને શાનદાર બેટિંગ કરતા અશ્વિને ટેસ્ટ કારકિર્દીની 5મી સદી ફટકારી હતી.આમ તૂટી રહેલી પીચ પર બીજા બેટ્સમેનોએ રન કરવા માટે સંઘર્ષ કરવો પડયો હતો ત્યારે અશ્વિને સદી ફટકારી હતી.
આમ અશ્વિને જણાવ્યું હતું મારી બેટિંગમાં થયેલા સુધારાનું શ્રેય વિક્રમ રાઠોડને જાય છે.આ સિવાય અશ્વિન પોતાના હોમગ્રાઉન્ડ પર સદી ફટકારીને ખૂબ ખુશ હતો જેમાં તેણે કહ્યું હતું કે મને ખબર નથી કે હવે હું ચેન્નાઈમાં ફરીથી ક્યારે ટેસ્ટ રમીશ.આમ અશ્વિને મોહમ્મદ સિરાજની જોડે રહીને સદી પૂરી કરી હતી.આમ સિરાજ બેટિંગમાં આવ્યો ત્યારે અશ્વિનને સદી પૂરી કરવામાં ૨૩ રન જોઈતા હતા.આમ અશ્વિને સ્વીપ શોટની મદદથી ઇંગ્લેન્ડના સ્પિનર જેક લીચ અને મોઇન અલીનો અસરકારક રીતે સામનો કર્યો હતો.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved