લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / પંજાબ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 65 સીટો પર ચૂંટણી લડશે

પંજાબ વિધાનસભા ચૂંટણી માટે કેપ્ટન અમરિન્દર સિંહ અને ભાજપ વચ્ચે સીટની વહેંચણી નક્કી થઈ છે. ત્યારે પંજાબમાં ભાજપ 65 બેઠકો પર ચૂંટણી લડશે,જ્યારે કેપ્ટન અમરિંદરસિંહની પંજાબ લોક કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો 37 બેઠકો પર ચૂંટણી લડશે. આમ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ જણાવ્યું હતું કે પંજાબમાં ભાજપ 65 સીટો પર ચૂંટણી લડશે,પંજાબ લોક કોંગ્રેસ 37 સીટો પર અને સંયુક્ત અકાલી દળ 15 સીટો પર ચૂંટણી લડશે.ત્યારે ભાજપે તેના 35 ઉમેદવારોની જાહેરાત કરી છે.આ સિવાય પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે પંજાબ વિધાનસભા ચૂંટણીને લઈને તેમની પંજાબ લોક કોંગ્રેસ પાર્ટીના 22 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી.જ્યારે શિરોમણી અકાલી દળે (યુનાઈટેડ)14 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.આમ પંજાબની 117 બેઠકો પર 20 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં મતદાન થશે. જ્યારે મતગણતરી આગામી 10 માર્ચે થશે.