લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / પંજાબમાં અકાલીદળ અને બસપાએ ચૂંટણી લડવા માટે હાથ મિલાવ્યા

અકાલી દળે પંજાબમાં વિધાનસભાની આગામી વર્ષે યોજાનારી ચૂંટણી માટે માયાવતીની પાર્ટી બહુજન સમાજવાદી પાર્ટી સાથે હાથ મિલાવ્યા છે.જેમાં અકાલી દળના નેતા અને અધ્યક્ષ સુખબીરસિંહ બાદલે ગઠબંધનનુ એલાન કરતા કહ્યુ હતું કે પંજાબની રાજનીતિમાં આ નવો છે ત્યારે બંને પાર્ટીનુ ગઠબંધન આગામી ચૂંટણીમાં મોટી જીત મેળવશે.આમ પંજાબમાં કોઈપણ ચૂંટણીમાં અનુસૂચિત જાતિના વોટનુ મહત્વ વધારે છે.કારણકે પંજાબની વસતીમાં 33 ટકા સંખ્યા દલિતોની છે.જેમાં તેમને રીઝવવા માટે બસપાનો હાથ અકાલીદળે પકડયો હોવાનુ જાણકારો કહી રહ્યા છે.આમ રાજ્યમાં 23 બેઠકો પર દલિતોના મત નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. જેમાં બસપાને 18 બેઠકો ફાળવવામાં આવી શકે છે.આમ પંજાબમાં વિધાનસભાની 117 બેઠકો છે.