લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / પંજાબ કોંગ્રેસના ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા મુખ્યમંત્રી વિરૂદ્ધ મોરચાબંધી કરી

કોરોના સંકટનો સામનો કરી રહેલા પંજાબમા રાજકીય સંકટ સર્જાયું છે.ત્યારે આગામી વર્ષે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.તેવા સમયે કોંગ્રેસ હાઈકમાન્ડે પાર્ટીના તમામ ધારાસભ્યો અને મંત્રીઓને દિલ્હી બોલાવ્યા છે.જે તમામ ધારાસભ્યો અને મંત્રીઓ દિલ્હીમાં એક 3 સભ્યો ધરાવતી પેનલની મુલાકાત લેશે અને પોતાના પ્રશ્નો રજૂ કરશે.આમ ધારાસભ્યોમાં પ્રદેશ અધ્યક્ષ સુનીલ ઝાખડ,મંત્રી ચરણજીત ચન્ની,સુખજિંદરસિંહ રંધાવાનો સમાવેશ થાય છે જેઓ દિલ્હી પહોંચી ગયા છે.આમ આ તમામ ધારાસભ્યો દ્વારા કેપ્ટન અમરિંદરસિંહને લઈ સવાલો કરાઇ રહ્યા છે.આમ કેન્દ્રીય હાઈકમાન્ડે 3 સદસ્યોની જે પેનલ બનાવી છે જેની આગેવાની હરીશ રાવત કરી રહ્યા છે.તે સિવાય આ પેનલમાં મલ્લિકાર્જુન ખડગે અને જે.પી અગ્રવાલ પણ સામેલ છે.જેઓ સોમવારથી પંજાબ કોંગ્રેસના ધારાસભ્યો,મંત્રીઓને મળવાનું શરૂ કરશે.