લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / પંજાબમાં આપનો મુખ્યમંત્રી પદનો ચહેરો ભગવંત માન હશે

પંજાબમાં આમ આદમી પાર્ટીએ ભગવંત માનને પોતાના મુખ્યમંત્રી પદનો ચહેરો બનાવ્યો છે.જેનું અરવિંદ કેજરીવાલે એલાન કર્યુ હતું.આ અગાઉ આમ આદમી પાર્ટીએ 17 જાન્યુઆરી સાંજે 5 વાગ્યા સુધી લોકો પાસે મુખ્યમંત્રી પદના ઉમેદવાર વિશે મત માગ્યો હતો. જેમાં આપનો દાવો છે કે પંજાબમાં આપનો સીએમ ઉમેદવાર બનાવવા માટે 21 લાખ કરતા વધુ લોકોએ પોતાનો મત મોકલ્યો છે.પંજાબમાં 20 ફેબ્રુઆરીએ ચૂંટણી થવાની છે. આમ આદમી પાર્ટી પંજાબ વિધાનસભા ચૂંટણી માટે 117માંથી અત્યારસુધી 12 ઉમેદવારોના નામનુ એલાન કરી ચૂકી છે.