ઈચ્છામૃત્યુને લઈને અનેક દેશોમાં ચર્ચાઓ થઈ રહી છે.ત્યારે વર્તમાનમાં યુરોપીયન દેશ પોર્ટુગલની સંસદે ઈચ્છામૃત્યુને કાયદામાં પરિવર્તિત કર્યું છે.જ્યાં 18 વર્ષથી વધુ ઉંમરના વ્યકિતઓ મોત માટે સહાયતા માંગી શકે છે.પરંતુ તે માટે તેમણે સરકાર દ્વારા મુકવામાં આવેલી શરતોનું પાલન કરવું પડશે.પોર્ટુગલમાં અનેક રાજ્કીય ચર્ચાઓ બાદ સંસદમાં ઈચ્છામૃત્યુને કાયદાના રૂપમાં મંજૂરી આપી દેવામાં આવી છે.આ કાયદામાં કહેવામાં આવ્યું છે કે ફકત તે જ લોકો ઈચ્છામૃત્યુની માંગ કરી શકે છે જેઓ અસહનીય પીડા અને ઈલાજ વગરની બીમારીઓથી પીડાઈ રહ્યાં છે.પોર્ટુગલના રાષ્ટ્રપતિ માર્સેલો રેબેલો ડી સોસાએ આ કાયદાનો વિરોધ કર્યો હતો.રાષ્ટ્રપતિના વિરોધ વચ્ચે પણ દેશની જનતાનું સમર્થન હોવાને કારણે ઈચ્છામૃત્યુના કાયદાને પોર્ટુગલની સંસદમાં કાયદાકીય મંજૂરી મળી ગઈ છે. નવા કાયદા મુજબ, ૧૮ વર્ષથી વધુ ઉંમરના અસહનીય પીડા અને ઈલાજ વગરની બીમારીથી પીડાતા માનસિક રૂપથી સ્વસ્થ વ્યકિતઓ ઈચ્છામૃત્યુનો નિર્ણય લઈ શકે છે.આમ છેલ્લા ત્રણ વર્ષમાં પોર્ટુગલ સરકારે ઈચ્છામૃત્યુના કાયદાને 4 વાર મંજૂરી આપી છે.પરંતુ પોર્ટુગલના રાષ્ટ્રપતિ દ્વારા તેનો વિરોધ કરવામાં આવતા તેને સંવિધાનિક સમીક્ષા માટે મોકલી આપવામાં આવ્યુ હતું ત્યારે સંસદમાં બહુમત ધરાવતા સમાજવાદીઓેએ આ બિલનું સમર્થન કર્યું હતું.
Error: Server configuration issue
Home / International / પોર્ટુગલમાં ઈચ્છામૃત્યુને મંજૂરી આપવામાં આવી
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved