લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / વડાપ્રધાન મોદી દિવાળી અયોધ્યામાં ઉજવે તેવી સંભાવનાઓ

ઉતરપ્રદેશમાં ચુંટણીની તૈયારીઓ ભાજપે શરૂ કરી દીધી છે. ત્યારે આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુ.પી પ્રવાસનો પ્રારંભ થઈ જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે દિવાળી અયોધ્યામાં ઉજવે તેવી શકયતાઓ છે અને ભગવાન રામમંદિરના દર્શન કર્યા બાદ સરયુના કિનારે લાખો દીવડાની આરતીના કાર્યક્રમમાં મોદી ભાગ લેશે તેવું માનવામાં આવી રહ્યું છે. બીજીતરફ આ માસમાં વડાપ્રધાન તા.14 તથા 26 સપ્ટેમ્બરે ઉતરપ્રદેશની મુલાકાત લેશે. જેમાં તા.14ના રોજ અલીગઢમાં વડાપ્રધાન એક વિશાળ જનસભાને સંબોધીત કરશે. જ્યાં તેઓ રાજા મહેન્દ્રપ્રતાપ યુનીનો શિલાન્યાસ કરશે,જ્યારે તા.26 સપ્ટેના રોજ લખનઉમાં શહેરી વિકાસ અંગેનો એક પરિસંવાદ યોજાશે તેમાં તે હાજરી આપશે.