લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ફાઇઝરે કેન્દ્ર સરકાર પાસે ફાસ્ટ ટ્રેક મંજૂરી માંગી 12 વર્ષથી વધુ વયના લોકોને વેક્સિન આપવામાં આવશે

અમેરિકાની દવા બનાવતી કંપની ફાઇઝરે કેન્દ્ર સરકારને કહ્યું છે કે તેની કોવિડ વેક્સિન ભારતમાં કોરોના વાયરસના વેરિયન્ટ વિરુદ્ધ ઉચ્ચ અસરકારકતા બતાવે છે.ત્યારે દેશમાં સંક્રમણ અને બીજી લહેર પાછળ આ વેરિયન્ટ મુખ્ય છે.જેમાં ફાઇઝરે કેન્દ્ર સરકારને જાણકારી આપી છે કે તેમની રસી 12 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે કારગત સાબિત થઇ છે.ત્યારે તેને 2 થી 8 ડિગ્રી તાપમાન વચ્ચે કોલ્ડસ્ટોરેજમાં આગામી 1 મહિના સુધી સંગ્રહીત કરી શકાય છે.ફાઇઝરે કેન્દ્ર સરકાર પાસે વેક્સિનના ઉપયોગ માટે ફાસ્ટ-ટ્રેક અંગેની મંજૂરી માંગી છે.

ફાઇઝરે ભારતમાં તેમની વેક્સિનને વહેલી તકે મંજૂરી આપવાની માંગ કરતાં ભારતીય અધિકારીઓને કહ્યુ હતું કે તેમની રસી ભારતમાં ફેલાયેલા કોરોના વેરિયન્ટ વિરુદ્ધ ખૂબ અસરકારક છે અને તે 12 વર્ષથી વધુ વયના બાળકોને પણ લગાવી શકાય છે.આમ ફાઇઝરે ભારતીય અધિકારીઓ સાથે તાજેતરમાં થયેલી બેઠકમાં વિવિધ દેશોને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા રસીની અસરકારકતા,ટ્રાયલ અને મંજૂરીને લગતાં આંકડા રજૂ કર્યા છે.