પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે ઘણી જગ્યાએ પેટ્રોલની કિંમત રૂપિયા ૧૦૦ની નજીક પહોંચી ગઇ છે.આવામાં આજે રજૂ થયેલા કેન્દ્રીય બજેટમાં સરકારે પેટ્રોલ-ડીઝલ પર કૃષિ સેસ લગાવવાની જાહેરાત કરી છે.નાણામંત્રી નિર્મલા સીતારમને બજેટમાં પેટ્રોલ પર ૨.૫૦ રૂપિયા અને ડીઝલ પર ૪ રૂપિયા કૃષિસેસ લગાવવાની જાહેરાત કરી.જોકે ગ્રાહકો પર આની સીધી અસર નહીં થાય. પરંતુ ભવિષ્યમાં ગ્રાહકો પર આનો પ્રભાવ પડે તેવી આશંકા વ્યક્ત કરાઇ રહી છે.
આમ છેલ્લા ૧૦ મહિનામાં પેટ્રોલની કિંમતમાં લગભગ ૧૬ રૂપિયા અને ડીઝલમાં ૧૪ રૂપિયા પ્રતિ લિટરથી વધુનો વધારો નોંધાયો છે.જ્યારે રાજસ્થાન સરકારે પેટ્રોલ અને ડીઝલ પર લગનાર વેટના દરમાં ૨ ટકાનો ઘટાડો કર્યો છે.આમ રાજ્ય સરકારના નિર્ણયને લીધે લોકોને પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં થોડી રાહત મળી છે.વેટમાં ઘટાડા બાદ પેટ્રોલ ૧.૩૫ રૂપિયા અ્ને ડીઝલ ૧.૩૨ રૂપિયા સસ્તું થયું છે.
આમ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી,ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ બાદ તેની કિંમત લગભગ ડબલ થઇ જાય છે.જો કેન્દ્ર સરકારની એક્સાઇઝ ડ્યૂટી અને રાજ્ય સરકારોના વેટને દૂર કરવામાં આવે તો ડીઝલ અને પેટ્રોલની કિંમત લગભગ ૨૭ રૂપિયા પ્રતિલિટર થઇ જાય તેમ છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved