લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / પેટ્રોલ અને ડિઝલના મોંઘા ભાવથી સીએનજી કારના વેચાણમા વધારો થયો

પેટ્રોલ અને ડિઝલના ઉંચા ભાવ તથા નવા બી.એમ માપદંડોના નિયમોને કારણે વધુને વધુ સંખ્યામાં વાહનચાલકો સીએનજી કીટ લગાવવા માંડયા છે. ત્યારે કેન્દ્રીય પરિવહન મંત્રાલયના રીપોર્ટ મુજબ વર્ષ 2021માં 15,175 સીએનજી વાહનોનું રજીસ્ટ્રેશન થયું છે. જે છેલ્લા ચાર વર્ષની સંખ્યા કરતા વધુ છે. પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારાથી વાહનચાલકો સસ્તા ગેસ આધારીત સીએનજી કીટ લગાવવા માંડયા હોવાનું જાણવા મળ્યુ છે. બી.એસ-6 વાહનોમાં સીએનજી કીટ લગાવવાને છુટ્ટ આપવા સરકારે નિર્ણય લીધો નથી. આ વાહનોમાં કંપનીની કીટ જ માન્ય રાખવામાં આવે છે. કાર વિક્રેતાઓના કહેવા મુજબ સીએનજી આધારીત એન્ટ્રી લેવલની નાની કારના વેચાણમા વધારો થયો છે. જેમાં કારની ડીમાંડમાં વૃદ્ધિ છે. ઓગષ્ટના વેચાણના આંકડા કોવિડ પુર્વેની સ્થિતિએ આવી ગયા હોવાનુ સૂચવાય છે. ઓટો ઉદ્યોગ સેમીકન્ડકટરની અછત સામે ઝઝુમી રહ્યો છે એટલે ચોકકસ મોડલની સીએનજી કારમાં પાંચ-પાંચ મહિના સુધીનું વેઈટીંગ છે.