ઓડિશાના બાલાસોર જિલ્લામા ટ્રેન દુર્ઘટનાથી સમગ્ર દેશ શોકમાં છે.ત્યારે આ દુર્ઘટનાના પીડિતોને સરકાર મદદ કરી રહી છે એટલું જ નહીં ઘટનાસ્થળની આસપાસના લોકો પણ આગળ આવ્યા છે.જેમા એનડીઆરએફ,સેના,પોલીસ,ડોકટરોથી લઈને તમામ રાજકીય પક્ષોના કાર્યકરો,સામાન્ય લોકોએ મોરચો સંભાળ્યો છે.ટ્રેન દુર્ઘટના સ્થળે ચાલી રહેલા બચાવ અભિયાનથી લઈને હોસ્પિટલો સુધી લોકો મદદ માટે ઉભા છે.જેમાં માનવતાનું ઉદાહરણ રજૂ કરતા ઓડિશાના યુવાનો પીડિતોને મદદ કરવા માટે સંસાધનો થી લઈને રક્તદાન સુધી તૈયાર જોવા મળ્યા છે.જ્યા સેંકડો સ્થાનિક યુવકો ટ્રેન દુર્ઘટનામાં ઘાયલ લોકોને લોહી આપવા માટે લાઈનમાં ઉભા છે.પોતાના વાહનોમાં આવીને તેઓ આકરી ગરમીમાં પણ રક્તદાન કરવા માટે રાહ જોઈ રહ્યા છે.આ સિવાય રાહત અને બચાવ કામગીરી માટે ભારતીય વાયુસેના દ્વારા બે એમ.આઈ 17 હેલિકોપ્ટર તૈનાત કરવામા આવ્યા છે.ગ્રાઉન્ડ લેવલ પર રેલ્વે અધિકારીઓ સાથે સંકલન કરીને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.આ સિવાય વધારાની બસો અને ટ્રેનના કોચની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને ફસાયેલા મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન તરફ મોકલવામાં આવી રહ્યા છે.
Error: Server configuration issue
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved