પાટણના સિદ્ધપુર સહિતના પંથકમા વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેમાં વહેલી સવારથી મેઘરાજા ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસ્યાં હતા. પાટણ શહેરમાં ધીમીધારે વરસાદની શરૂઆત થઈ હતી તો સિદ્ધપુર પંથકમાં ગાજવીજ સાથે એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જેથી શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. જેમાં માર્ગો પર વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ હતી. આમ રાજ્યમાં જન્માષ્ટ્રમીના પર્વ બાદ અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આ સિવાય ગણેશ ચર્તુર્થીના દિવસે પણ પાટણ શહેર સહિત જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. પાટણમાં 4 મી.મી,સિદ્ધપુરમાં 33 મી.મી અને સરસ્વતીમાં 5 મી.મી વરસાદ નોંધાયો હતો. સિદ્ધપુરનાં ગરનાળાઓમાં વરસાદી પાણી ભરાતાં લોકોને મુશ્કેલી પડી હતી. આમ પાટણ અને સિદ્ધપુર પંથકમાં વરસાદી વાતાવરણ રહેતા ઠંડક પ્રસરી હતી. વરસાદને કારણે ખેડૂતોના પાકને પણ જીવતદાન મળ્યું હોવાથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યાં હતા. વારાહીમા બે કલાકમાં 48 મી.મી વરસાદ નોંધાયો હતો.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved