આગામી દિવસોમાં બકરીનું દૂધ વ્યવસ્થિત પેકીંગમાં બજારમાં મળતુ થશે.જેમાં બકરી રાખતા હજારો ગરીબ પરિવારોને આર્થિક રીતે વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે પંચમહાલ ડેરી દ્વારા બકરીનું દૂધ મંડળી કક્ષાએથી લેવાનો ઐતિહાસીક નિર્ણય લેવામાં આવ્યો છે.જેનો અમલ પણ શરૂ થઇ ગયો હોવાનું પંચમહાલ ડેરીના ચેરમેને જણાવ્યુ હતુ.આમ પંચમહાલ,મહીસાગર અને દાહોદ જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી પંચમહાલ ડેરી દ્વારા તાજેતરમાં બકરી રાખતા પશુપાલકોની તરફેણમાં એક નિર્ણય લેવામાં આવ્યો છે.તેઓની પાસેથી મંડળી કક્ષાએથી બકરીનું દૂધ ખરીદવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે,જેને લઈને પંચમહાલ ડેરી દ્વારા ગાય,ભેંસની જેમ બકરીના દુધ ઉત્પાદકોને દર 10 દિવસે બકરીના દૂધના પૈસા ચુકવવામાં આવશે.આમ પંચમહાલ ડેરી દ્વારા બકરીનું દૂધ સ્વીકારવાનો નિર્ણય કરતાં બકરીના દૂધ ઉત્પાદકોમાં ખુશી છવાઈ જવા પામી છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved