પેસિફિક સમુદ્રમાં આવેલા દેશ ટોંગાની નજીક સમુદ્રની અંદરનો જ્વાળામુખી ફાટયો છે. જેના લીધે ઊંચા મોજા ઉછળતા લોકોએ ઊંચા સ્થળોએ આશરો લેવાની ફરજ પડી છે.જેમાં દરિયાકિનારાના વિસ્તારોમાં મોટા મોજા ધસી આવ્યા છે. જેના લીધે કિનારા પર આવેલા ઘરો અને મકાનોમાં પાણી ભરાઈ ગયા છે.ત્યારે આ બાબતે ન્યૂઝીલેન્ડના લશ્કરે જણાવ્યું હતું કે તે પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે અને જરૂર પડે તો મદદ માટે લશ્કરને તૈયાર રાખ્યું છે.આ સિવાય ટોંગાના હવામાન વિભાગે જણાવ્યું હતું કે બધા વિસ્તાર માટે ત્સુનામીની ચેતવણી જારી કરી દેવામાં આવી છે. પેસિફિક ત્સુનામી વોર્નિંગ સેન્ટરના આંકડા બતાવે છે કે 2.6 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળ્યા હતા.આ સિવાય સમોઆ અને ફિજી જેવા આઇલેન્ડ નેશનને ચેતવણી જારી કરાઈ ચૂકી છે. દરિયામાં નોંધાયેલા મજબૂત કરંટ અને ઊંચા મોજાના કારણે લોકોને કિનારે ન જવાની ચેતવણી આપવામાં આવી છે.
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved