લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / લંડન ખાતે પૂ.મહંતસ્વામીની તબિયત નાદુરસ્ત થઈ

શ્રી સ્વામિનારાયણ સંસ્થા બીએપીએસના વડા પૂ.મહંત સ્વામીની તબિયત લંડન ખાતે નાદુરસ્ત થતા તેઓ ડોકટરની સલાહ મુજબ આરા મમાં છે.જેમા ગઇકાલથી તેમને તાવ,શરદી અને નબળાઇની ફરિયાદ હોઇ ડોકટરોએ આરોગ્ય ચેકઅપ કરીને આરામની સલાહ આપી છે. ત્યારે તેઓ આગામી એક અઠવાડિયા સુધી ડોકટરોના સુપરવિઝન હેઠળ રહેવાના છે.લંડન મંદિર ખાતે જ તેઓ આરામમાં છે.તા.2થી લંડનમાં રહેલા પૂ.મહંત સ્વામી આગામી 8 જુન સુધી રોકાવાના છે અને તે બાદ કેનેડા જવાના છે.આરામ દરમ્યાન પણ તેઓ મીટીંગ પ્રત્યક્ષ કે ઓનલાઇન જોડાઇ રહ્યા છે.રોજના 50 થી 60 પત્રના જવાબ આપે છે અને 15 થી 25 કોલના જવાબ પણ આપી રહ્યા છે.90 વર્ષ ના પૂ.મહંત સ્વામી એકંદરે સ્વસ્થ છે છતાં સલાહ મુજબ આરામમાં હોવાનું સંતોએ જણાવ્યું હતું.