ઉત્તર ભારતના શહેરોમાં છવાયેલા ધુમ્મસને પગલે અનેક શહેરોની ફ્લાઈટો મોડી પડવાની સાથે કેટલીક ફ્લાઈટો એરલાઈન્સ દ્વારા રદ કરવામાં આવી હતી. જેમાં સૌથી વધુ દિલ્હી અને મુંબઈની ફ્લાઈટો પ્રભાવિત થઈ છે. ત્યારે શુક્રવારે અમદાવાદ થી મુંબઈ અને દિલ્હી આવતી જતી 8 ફ્લાઈટો મળી કુલ 9 ફ્લાઈટો કેન્સલ થઈ હતી.,જ્યારે 5 ફ્લાઈટો મોડી પડી હતી.જેમાં સ્પાઈસ જેટની અમદાવાદ-જયપુર 2.10 કલાક,ગોફર્સ્ટની દિલ્હી-અમદાવાદ 1.11 કલાક,બેંગલુરુ- અમદાવાદ 1.20 કલાક, અમદાવાદ- દિલ્હી 1.35 કલાક મોડી પડી હતી.આમ અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવતા જતા પેસેન્જરો માટે ટર્મિનલ 2માં એક્ઝિક્યુટિવ લાઉન્જ શરૂ કરાયું છે.ત્યારે એરપોર્ટ અધિકારીએ આ અંગે જણાવ્યુ છે કે એકસાથે 60 મહેમાનોને સમાવવાની ક્ષમતા ધરાવતા લાઉન્જ ફર્સ્ટ ક્લાસ અને બિઝનેસ ક્લાસના પ્રવાસીઓ ઉપયોગ કરી શકશે.જેમાં ભોજન,વાઈ-ફાઈની સુવિધા મળશે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved