લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ઉત્તર-પશ્ચિમ ભારતમાં સમગ્ર અઠવાડિયુ કોલ્ડવેવ જોવા મળશે

ઉત્તર-પશ્ચિમ ભારતમાં સમગ્ર અઠવાડિયા દરમ્યાન કોલ્ડવેવ જારી રહેશે તેમ ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે. જેના લીધે ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાન 3 થી 5 ડિગ્રી સુધી ગગડી શકે છે.જેના લીધે આગામી દિવસોમાં દિલ્હી,હરિયાણા,પંજાબ,ઉત્તરપ્રદેશ,રાજસ્થાન,ગુજરાતમાં ગાત્રો ધુ્જાવતી ઠંડી અનુભવાઈ શકે છે.આ સિવાય કાશ્મીરના ગુલમર્ગ સિવાયના વિસ્તારોમાં તાપમાન સરેરાશ કરતાં વધુ હતું. જેમાં સાઉથ કાશ્મીરમાં ખીણના વિસ્તારોમાં નવેસરથી હિમવર્ષા જોવા મળી છે. પ્રવાસન સ્થળ પહેલગામમાં 5 ઇંચ જેટલો બરફ પડયો હતો,જ્યારે કોકનબર્ગમાં 2 ઇંચ બરફ પડયો હતો.આ ઉપરાંત સોનમર્ગ સહિત ખીણના કેટલાક ઉપલા વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે.શ્રીનગરમાં તાપમાન અગાઉની રાત્રિના 0.4 ડિગ્રીથી વધીને 2.8 ડિગ્રી થયું હતું. ગુલમર્ગમાં તાપમાન માઇનસ 6 ડિગ્રીથી ઘટીને માઇનસ 9 ડિગ્રી થયું હતું.પહેલગામમાં તાપમાન માઇનસ 0.8 ડિગ્રીથી ઘટીને માઇનસ 1.8 ડિગ્રી થયું હતું. કોકનબર્ગમાં તાપમાન માઇનસ 2 ડિગ્રી હતું. જ્યારે કાઝીગુંદમાં લઘુત્તમ તાપમાન 0.2 ડિગ્રી હતું.આ ઉપરાંત રાજસ્થાનના કેટલાય વિસ્તારોમાં તાપમાનનો પારો નીચે ઉતર્યો છે.જેમાં 3.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે ચિત્તોડગઢ સૌથી ઠંડુ સ્થળ હતું.જ્યારે કરૌલીમાં 3.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.સિકર અને ભીલવારામાં 4 ડિગ્રી તાપમાન નોંધાવ્યું હતું.ફતેહપુર અને અંટામાં તાપમાન 4.4 હતું. દાભોકમાં 4.6 ડિગ્રી, નાગૌરમાં 5.6 ડિગ્રી,વનસ્થલીમાં 6.1 ડિગ્રી,અજમેરમાં 6.2 ડિગ્રી,જયપુરમાં 7.1 ડિગ્રી અને પિલાનીમાં 7.8 ડિગ્રી તાપમાન હતું.