લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / આવતા વર્ષથી કાર્ડથી પેમેન્ટમાં આરબીઆઈ ટોકન સિસ્ટમ લાગુ કરશે

રીઝર્વ બેન્કે કાર્ડથી પેમેન્ટ કરવા માટે નવા નિયમો જાહેર કર્યા છે. જે આગામી 1 જાન્યુઆરી 2022થી લાગુ થશે. પેમેન્ટ માટે ટોકન સીસ્ટમ આવશે. આરબીઆઈએ ડેટા સ્ટોરેજ સાથે સંલગ્ન ટોકન વ્યવસ્થાનાં નિયમ જાહેર કર્યા છે જે મુજબ એક જાન્યુઆરી 2022થી કાર્ડથી લેવડ-દેવડ પેમેન્ટમાં કાર્ડ જાહેર કરતી બેન્ક કે કાર્ડ નેટવર્ક સિવાય કોઈપણ વાસ્તવિક કાર્ડ ડેટાનો ડેટા સ્ટોરેજ નહી કરી શકે. ટ્રાન્જેકશન ટ્રેકીંગ કે વિવાદની સ્થિતિમાં સુલેહ માટે સંસ્થાઓ સીમીત ડેટા સ્ટોર કરી શકે છે. વાસ્તવિક કાર્ડ નંબર અને કાર્ડ જાહેર કરનારના નામનાં છેલ્લા ચાર આંકડા સુધી સ્ટોર કરવાની છુટ રહેશે.

.