રાજ્યમાં આગામી 21 ફેબ્રુઆરીએ છ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે.ત્યારે આ ચૂંટણીના ઉમેદવારોની પસંદગી માટે ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને ભાજપના પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની બેઠક મળી હતી.આમ ત્રણ દિવસ સુધી મળેલી આ બેઠક બાદ ભાજપ દ્વારા રાજકોટના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.જ્યારે બાકીના ઉમેદવારોને સીધી ઈમેલથી જાણ કરવામાં આવશે એવું સી.આર.પાટીલે જણાવ્યું હતું.
ત્યારબાદ આગામી 7 થી 10 ફેબ્રુઆરી સુધી મુખ્યમંત્રી નિવાસસ્થાને તાલુકા અને જિલ્લા પંચાયત સહિત નગરપાલિકાઓની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી કરવા માટે ભાજપના પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની બેઠક મળશે.જેમાં ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12 ફેબ્રુઆરી છે.ત્યારે આ ચૂંટણીમાં પણ ઉમેદવારોની પસંદગી કરવા માટે ભાજપના પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની બેઠક ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાશે.આ બેઠકમાં ભાજપ પ્રમુખ પાટીલ અને મુખ્યમંત્રી રૂપાણી સહિત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહેશે અને ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને આખરી ઓપ આપશે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved