લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / નવી દિલ્હી થી મુંબઇ વચ્ચે દોડતી ટ્રેનની સ્પીડ વધારવા રૂ.450 કરોડ ફાળવવામાં આવ્યા

રેલવે બજેટમાં આ વર્ષે પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગને રૂ.1659.39 કરોડ ફાળવવામાં આવ્યા છે.જેમાં જુના-નવા વિકાસકામોને પૂર્ણ કરવા માટે આ રકમ વર્ષ 2022-23ના વર્ષ માટે આપવામાં આવી છે.નવી દિલ્હી-મુંબઇ વચ્ચે દોડતી ટ્રેનની સ્પીડ મહતમ 160 થી 200 કિ.મી પ્રતિકલાકની વધારવા માટે કરવા પડતા જરૂરી ફેરફાર માટે રૂ.450 કરોડ ફાળવવામાં આવ્યા છે.આ સિવાય પાલનપુર-સામખિયાલી રેલવેલાઇન માટે રૂ.400 કરોડ અને હિંમતનગર-ખેડબ્રહ્મા મીટરગેજને બ્રોડગેજમાં પરિવર્તિત કરવા માટે રૂ.370 કરોડ આ બજેટમાં વધારાના ફાળવવામાં આવ્યા છે.આમ નવી નાંખવામાં આવેલી ભિલડી-વિરમગામ વચ્ચેની લાઇનની સાથે મહેસાણા-તારંગા હિલની 57.4 કિમી રેલલાઇનને મટિરિયલ મોડિફિકેશન માટે આ બજેટમાં રૂ.5 કરોડ ફાળવવામાં આવ્યા છે.સાબરમતી રેલવે સ્ટેશને બીજા કોચિંગ ટર્મિનલ સુધી ટ્રેક ડબલિંગ માટે 1 લાખ તેમજ કોચિંગ ટર્મિનલના સંચાલન માટે લેફ્ટ ઓવર ફેસિલિટીસ માટે રૂ.4.78 કરોડ ફાળવાયા છે.રેલવે ક્રોસિંગ પર સુવિધાઓ વધારવા માટે,શૌચાલય સહિતની બીજી સુવિધા આપવા માટે અનમેન ગેટને મેનગેટ બનાવવા માટે બજેટમાં રૂ.6.26 કરોડ જેટલી રકમ ફાળવાઇ છે.અમદાવાદમાં સાબમરતી ખાતે આવેલા રેલવે કારખાનાઓના વિકાસ અને સુવિધાઓ માટે પણ બજેટમાં વધારાના રૂ.10.8 કરોડની રકમ આપવામાં આવી છે.કર્મચારીઓના કલ્યાણ માટે રૂ.1.4 કરોડની રકમ અપાઇ છે.જેમાં અમદાવાદ વિભાગમાં પ્લેટફોર્મ નંબર 1 થી 8માં સીસી એપ્રોન માટે પણ રકમ અપાઇ છે.સાબરમતી-બોટાદ,અમદાવાદ-પાલનપુર,ગેરતપુર-અમદાવાદ,વિરમગામ-સામખિયાલી,મહેસાણા-વિરમગામ,પાલનપુર-ખોડિયાર,અમદાવાદ-પાટણ સહિતની રેલલાઇનો પરની માર્ગ સુધારણા,ઓવરબ્રિજ,અંડરબ્રિજ માટે રકમ ફળવાઇ છે.મહેસાણા-પાલનપુરમાં બ્રિજના નવિનીકરણ માટે રૂ.20 લાખ તેમજ અમદાવાદ-વિરમગામ રૂ.80 લાખ ફાળવાયા છે.