દેશમાં ફેલાયેલા સવાલાખ કિલોમીટરથી વધુ નેશનલ હાઈવે સડક નેટવર્કમાં લોકોને વિશ્વસ્તરનો અનુભવ થશે.જેમાં એન.એચ.એ.આઈએ એલાન કર્યું છે કે ટ્રકચાલકો અને સામાન્ય મુસાફરોને નેશનલ હાઈવેની બન્ને બાજુ અનેક આધુનિક સુવિધાઓ મળશે.જેમાં કંપનીએ દાવો કર્યો છે કે આગામી પાંચ વર્ષમાં નેશનલ હાઈવેની બન્ને બાજુ 600 જેટલા આધુનિક સુવિધા કેન્દ્રો ખોલવામાં આવશે.જે 600 માંથી 130 સુવિધા કેન્દ્રો આગામી નાણાકીય વર્ષમાં તૈયાર થઈ જશે.આ યોજના અનુસાર વર્તમાન અને ભવિષ્યના રાજમાર્ગો અને એકસપ્રેસ વેના દર 30 થી 50 કિલોમીટરના અંતરે સુવિધા કેન્દ્ર બનાવવામાં આવશે.
આ વિશ્વસ્તરીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.જેમાં ફયુલ સ્ટેશન,ઈલેકટ્રીક ચાર્જીંગ,ફુડકોર્ટ,છુટક દુકાનો,બેન્ક એ.ટી.એમ,શાપર ફેસીલીટી,શૌચાલય,ક્રિડાંગણ,મેડીકલ કલીનીક વિલેજ હાટ,સ્થાનીક હસ્તશિલ્પના ઉત્પાદનોનું વેચાણકેન્દ્ર વગેરે સામેલ છે.તે સિવાય હાઈવે પર કલાકો દિવસો સુધી ડ્રાઈંવીંગ કરતા ટ્રકચાલકો માટે હાઈવે પર અલગથી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.જેમાં ટ્રકર બ્લોકસ બનાવવાનો પ્રસ્તાવ છે.આ સ્થળો પર ટ્રકો-ટ્રેલરોમાં પાર્કીંગની સુવિધા,ટ્રક ચાલકોને રોકવા માટે ડોરમેટ્રી,કુકીંગ,વોશીંગ એરિયા,શૌચાલય,સ્નાનાગાર, મેડીકલ કલીનીક સહિતની સુવિધાઓ અપાશે.આ ઉપરાંત ઈલેકટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવા માટે હાઈવેની બન્ને તરફ ઈલેકટ્રીક ચાર્જીંગ સ્ટેશન ખોલવામાં આવશે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved