ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા કોરોનામાં મુત્યુ પામેલા ધારાશાસ્ત્રીઓના વારસદારોને 80 લાખ રૂપિયા ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે મ્યૂકરમાઈકોસિસ રોગથી સંક્રમિત પ્રત્યેક ધારાશાસ્ત્રીઓને 60 હજાર રૂપિયા ચૂકવવાનો નિર્ણય કરાયો છે.જેમાં ગુજરાત બાર કાઉન્સિલના પ્રમુખ હીરાભાઇ પટેલ,એડમીનીસ્ટ્રેટીવ કમિટીના સભ્ય રમેશચંદ્ર શાહ,બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની માંદગી સહાય સમિતિના ચેરમેન દિલીપ પટેલ તેમજ સભ્ય અને વાઇસ ચેરમેનની હાજરીમાં વેલ્ફેર ફંડ એક્ટ હેઠળ સભ્યોના વારસદારોને મુત્યુ સહાય ચુકવવા માટે બેઠક યોજાઇ હતી.
જે બેઠકમાં કોરોનાના કારણે કે પછી કુદરતી રીતે મૃત્યુ પામેલા 72 સભ્યોના વારસદારોની અરજીઓ હાથ પર લીધી હતી.આ અરજીઓની ચર્ચા બાદ પૂર્તતા ધરાવતી અરજીઓમાં 80 લાખ રૂપિયા ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.જયારે અપુર્તતા ધરાવતી અરજીઓ પૂર્તતા કરવા માટે મૃતકના વારસદારોને સૂચના આપવામાં આવી છે.આમ ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા છેલ્લાં 5 માસમાં જાન્યુઆરીથી મે-2021 સુધીમાં ગુજરાતમાં 150 જેટલા ધારાશાસ્ત્રીઓના વારસદારોને આશરે રૂ.4 કરોડ જેટલી સહાય ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.આમ અત્યારસુધીમાં કોરોના મહામારીમાં 1500 જેટલા ધારાશાસ્ત્રીઓને રૂ.2 કરોડ જેટલી માંદગી સહાય ચૂકવવામાં આવી છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved