લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મુંબઈમાં વર્ષ 2021માં ઘરના વેચાણમા વધારો થયો

મુંબઈ મેટ્રોપોલિટન રીજનમાં વર્ષ 2021માં ઘરના વેચાણમાં 53 ટકાનો વધારો જોવા મળ્યો છે.ત્યારે ગત વર્ષે સમગ્ર શહેરમાં 2.42 લાખ એકમ વેચાયા છે.જે પાછળ સ્ટેમ્પ ડયુટીના રજીસ્ટ્રેશનમાં ઘટાડો અને હોમલોનના વ્યાજમાં ઘટાડો એ પણ મહત્વની બાબત છે.વર્ષ 2021માં 2,42,061 રેસિડેન્સિઅલ પ્રોપર્ટીનું રજીસ્ટ્રેશન થયું હતું.જેની સંખ્યા વર્ષ 2020માં 1,58,327 અને વર્ષ 2019માં 2,01,613 હતી.આમ ગત વર્ષે પ્રોપર્ટી રજીસ્ટ્રેશન દ્વારા 1.9 લાખ કરોડની આવક થઈ છે.ત્યારે વર્ષ 2021નું વર્ષ નવું ઘર ખરીદનારાઓ માટે સારું રહ્યું છે.વર્ષ 2020માં શહેરમાં 7000,જ્યારે ઉપનગરીય વિસ્તારોમાં 38,000 હજાર ઘર વેચાયા હતા.