Error: Server configuration issue
મુંબઇ (દાદર) અને શિર્ડી વચ્ચે આગામી ટુંકસમયમાં સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન શરૂ કરવામાં આવશે.જે સંપૂર્ણ ટ્રેન આરક્ષિત હશે.આમ સેન્ટ્રલ રેલવે તરફથી આપવામાં આવેલી સૂચના મુજબ મુંબઇના દાદર ટર્મિનસથી દર શુક્રવારે રાત્રે પોણા દસ વાગ્યે સુપરફાસ્ટ સ્પેશ્યલ રવાના થશે જે બીજા દિવસે વહેલી સવારે પોણાચાર વાગ્યે શિર્ડી પહોંચશે.જ્યારે તે ટ્રેન વળતી દિશામાં શિર્ડીથી શનિવારે સવારે ૭.૨૫ વાગ્યે છૂટશે અને બપોરે ૧.૨૫ કલાકે દાદર પહોંચશે.આમ દાદરથી આ ટ્રેન નાશિક રોડ,મનમાડ,કોપરગાંવ થઇને શિર્ડી પહોંચશે.આમ આ ટ્રેન આરક્ષિત હોવાથી પ્રવાસ માટે આઇ.આર.સી.ટી.સીની વેબસાઇટ પર પ્રથમ રિઝર્વેશન કરાવવું પડશે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved