લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મુંબઈનું સિદ્ધિવિનાયક મંદિર 12 થી 16 જાન્યુઆરી દરમ્યાન બંધ રહેશે

મુંબઈ સહિત સમગ્ર વિશ્વમાં ભાવિકો માટે શ્રદ્ધાસ્થાન ગણાતા સિદ્ધિવિનાયક મંદિરમાં કાયમ ભક્તોનો ધસારો જોવા મળતો હોય છે. ત્યારે કોરોના સમયમાં ઓનલાઈન બુકિંગ દ્વારા દર્શનની સુવિધા આપવામાં આવી છે. આ સિવાય સિદ્ધિવિનાયક મંદિર આગામી 12 થી ૧૬16 જાન્યુઆરી દરમ્યાન બંધ રહેશે. આમ પ્રભાદેવી સ્થિત સિદ્ધિવિનાયક ગણેશમૂર્તિને સિંદુરલેપન કરવાનું હોવાથી 12 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી સુધી આ મંદિર ભાવિકોના દર્શન માટે બંધ રહેશે. ત્યારબાદ 17 જાન્યુઆરીના રોજ બપોરે એક વાગ્યાથી ભાવિકોને નિયમિતપણે મંદિરના ગર્ભમાંથી દર્શન મળશે.