વર્તમાનમાં નૈઋત્યના ચોમાસાની ઉત્તરીય સીમારેખા મહારાષ્ટ્રનાં અલીબાગ,પુણે,આંધ્રપ્રદેશના મેડક અને શ્રીહરિકોટા પાસેથી પસાર થઇ રહી છે.જોકે મેઘરાજાની સવારી અલીબાગથી વધુ આગળ વધી શકી નથી.આમ ચોમાસાના કરન્ટને આગળ વધવા માટે સમુદ્રમાંનો ભરપૂર ભેજ, નૈઋત્યના પવનોની તીવ્રતા અને ચોક્કસ દિશા વગેરે કુદરતી પરિબળોની સાનુકુળતા જરૂરી રહે છે.આમ નૈઋત્યના ચોમાસાના પ્રવાસમાં ક્યારેક ડ્રાય સ્પેલ પણ આવતો હોવાથી તે આગળ વધી શકતું નથી.આમ છતા મુંબઇમાં મેઘરાજાની સવારી લગભગ 11 જૂને આવે તેવાં પરિબળો આકાર લઇ રહ્યાં છે.
આમ હવામાન ખાતાએ એવી પણ આગાહી કરી હતી કે બંગાળના ઉપસાગરના ઉત્તર હિસ્સામાં 11 જૂને હવાના હળવા દબાણનું કેન્દ્ર સર્જાય તેવી શક્યતા છે ત્યારે નૈઋત્યના ભરપૂર ભેજવાળા પવનોની તીવ્રતા અને ઘટ્ટતા પણ વધી રહી છે.આમ બદલાઇ રહેલાં પ્રાકૃતિક પરિબળોની વ્યાપક અસરથી 10 થી 14 જૂન દરમિયાન સમગ્ર કોંકણમાં ભારે વર્ષા થાય તેવી શક્યતા છે.જ્યારે મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વર્ષા થવાની સંભાવના છે.આ સિવાય આજ સવારે મુંબઇમાં બોરીવલી,વિક્રોલી સહિતના પરાંમા હળવાં વરસાદી ઝાપટાં પડયાં હતાં.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved