લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મુલાયમસિંહના પુત્રવધૂ અપર્ણા યાદવ ભાજપમાં જોડાયા

સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમસિંહ યાદવના નાના પુત્રવધુ અપર્ણા યાદવ આજે ભાજપમાં જોડાયા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્રદેવ સિંહે તેમને ભાજપમાં સામેલ કરાવ્યા હતા.આ અવસરે યુપીના નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્ય હાજર હતા.ભાજપમાં સામેલ થયા બાદ અપર્ણા યાદવે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા સાથે પણ મુલાકાત કરી.અપર્ણા યાદવ મુલાયમસિંહના બીજા પત્ની સાધના ગુપ્તાના પુત્ર પ્રતીક યાદવના પત્ની છે.અપર્ણા યાદવે વર્ષ 2017ના વિધાનસભા ચૂંટણી લખનૌની કેન્ટ બેઠક પરથી ચૂંટણી લડી હતી. સમાજવાદી પાર્ટીના આ ઉમેદવાર ભાજપના ઉમેદવાર રીટા બહુગુણા જોશીથી હારી ગયા હતા.જેમાં અપર્ણા યાદવે લગભગ 63 હજાર મત પ્રાપ્ત કર્યા હતા.રીટા બહુગુણા જોશી સાંસદ બન્યા બાદ આ બેઠક ખાલી થઈ હતી.જેના પર વર્ષ 2019માં પેટાચૂંટણી થઈ હતી જેમાં ભાજપે જીત નોંધી હતી અને સુરેશચંદ તિવારી ચોથીવાર ધારાસભ્ય બન્યા હતા.